દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી

 દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી

આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. 

ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.

જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી :- 

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે
૧ કપ ખમણેલી દૂધી
૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં
૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો
૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ
૧/૪ ટીસ્પૂન સંચળ
૧/૨ ટીસ્પૂન સાકર

બનાવવાની રીત :-

  1. દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
  3. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
  4. ઠંડું સીરસો.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી