ટમેટા અને મેથીવાળા ભાત

ટમેટા અને મેથીવાળા ભાત

લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે.



By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી :- 

૧/૨ કપ સમારેલા ટમેટા
૩ કપ સમારેલી મેથી
૩ કપ રાંધેલા બ્રાઉન ભાત , જુઓ હાથવગી સલાહ
૨ ટીસ્પૂન તેલ
૧ તમાલપત્ર
૨ લવિંગ
૨૫ મિલીમીટર (૧") તજનો ટુકડો
૨ એલચી
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ કાંદાની પેસ્ટ
૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ ટેબલસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં

રાઈતું

બનાવવાની રીત :-

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં લીલા મરચાં અને કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી અથવા કાંદાની પેસ્ટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. જો કાંદા દાઝવા માંડે તો તેના પર થોડું પાણી છાંટી લેવું.
  3. તે પછી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ અથવા ટમેટા બરોબર રંધાઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  6. તે પછી તેમાં સમારેલી મેથી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા મેથી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો.
  7. છેલ્લે તેમાં ભાત અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  8. દહીં સાથે ગરમ ગરમ પીરસો અથવા તમને ગમતા કોઈ પણ રાઈતા સાથે પીરસો.

હાથવગી સલાહઃ

  1. ૩ કપ રાંધેલા બ્રાઉન ભાત બનાવવા માટે જરૂરી પાણી સાથે મીઠું, ૧ ટીસ્પૂન તેલ અને ૧ કપ પલાળીને નીતારેલા બ્રાઉન ચોખાને એક ઊંડા નૉન-સ્ટિક પૅનમાં ઉમેરીને ૮૫% રાંધીને પૂરા નીતારી લેવા, અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવા.

 

Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી