લસણવાળી મઠ અને પાલકની ટીક્કી
લસણવાળી મઠ અને પાલકની ટીક્કી
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી.
ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે.
મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા.
આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે.
સામગ્રી :-
૧ ટેબલસ્પૂન ઝીણુ સમારેલું લસણ
૨ કપ ફણગાવેલા મઠ
૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૨ ટીસ્પૂન લીંબૂનો રસ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૨ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે
પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- એક ઊંડા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે મટકીનું મિશ્રણ ત્થા થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગ વડે ૫૦ મી. મી. (૨") વ્યાસની પાતળી ગોળાકાર ટીક્કી તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
- તે પછી તેની પર દરેક ટીક્કીને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Comments
Post a Comment