એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર
તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે. અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે. આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે. આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર! By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી ૨ ટેબલસ્પૂન ફણગાવેલા મગ ૧/૪ કપ લૉ ફેટ ...