પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી

 અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય.


એટલે અહીં અમે દહીં, પૌવા અને નાચનીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌવા નાચનીના હાંડવામાં મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય.

જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો.


By:
 Dietician 
(Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી

પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે
૧ કપ જાડા પૌવા , ધોઈને નિતારેલા
૧/૨ કપ રાગીનો લોટ
૧/૨ કપ દહી
૧/૨ કપ ખમણેલી દૂધી
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ બાફેલા લીલા વટાણા
૨ ટીસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન સાકર
૧/૮ ટીસ્પૂન હળદર
૧/૮ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન મીઠું
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઈ
૨ ટીસ્પૂન તલ
૧/૮ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન તેલ, ચોપડવા માટે
બનાવવાની રીત
  1. પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહી અને ૧ ૧/૨ કપ પાણી મેળવીને મથની વડે સારી રીતે મિક્સ કરી લો.
  2. તેમાં પૌવા મેળવીને, સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી બાજુ પર મુકી દો.
  3. તેમાં દૂધી, ગાજર, લીલા વટાણા, આદૂ-મરચાંની પેસ્ટ, સાકર, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પછી બાજુ પર મુકી દો.
  4. એક નાના નૉન-સ્ટીક પનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હીંગ મેળવીને તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. આ વધારને પૌવા-દહી-શાકના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.
  6. તેમાં રાગીનો લોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  7. આ ખીરાના ૮ સરખાં ભાગ પાડી લો.
  8. એક ૭૫ મિ. મી. (૩") વ્યાસનો નૉન-સ્ટીક પન ગરમ કરીને તેને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો. તેની પર ખીરાનો ૧ ભાગ રેડીને તેને સરખી રીતે પાથરી લો. તેને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
  9. રીત ક્રમાંક ૮ પ્રમાણે બીજા ૭ હાંડવા બનાવી લો.
  10. દરેક હાંડવાને ૪ ભાગમાં કાપીને તરત જ પીરસો.

Comments

Post a Comment

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી