હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ
લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ
રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જેવી કે લીંબુ, કોથમીર, ગાજર અને કોબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો આનંદ માણો. આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક પણ તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. શરીરમાં રહેલું વિટામીન-સી શરદી અને ખાંસીની પીડામાં પણ રાહતરૂપ રહે છે. તો આનંદ માણો આ મજેદાર ગરમા ગરમ સૂપનું ઠંડીના દીવસોમાં જ્યારે તમને કંઇક તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય.
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
૧/૪ કપ ઝીણા સમારેલા ગાજર
૩ કપ બેઝીક વેજીટેબલ સ્ટોક
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન કોર્નફ્લોર , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોબી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં બેઝીક વેજીટેબલ સ્ટોક, લીંબુનો રસ, મીઠું અને કોર્નફ્લોરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
બેઝીક વેજીટેબલ સ્ટોક એટલે શું?
ReplyDeleteDon't know
Deleteyes!! vegetable stock etle available vegtables.
Deletevegetable stock means all ingredients of soup
ReplyDelete