એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર

 તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. 

પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે. 

અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે. 

આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે. 

આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર!

By: Dietician (Apex Diabetes
Thyroid Hormone Clinic)

સામગ્રી
બનાવવાની રીત 
  1. એક બાઉલમાં ફણગાવેલા મગ, પનીર, મરચાં પાવડર, જીરૂ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે બધી વસ્તુઓ એક પ્લેટમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને તરત જ પીરસો.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી