સ્પાઇસી બાજરા પરાઠા - Spicy Bajra Paratha

બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ ગરમ પરાઠાને લૉ ફેટ દહીં સાથે પીરસસો તો એક સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે અને તે ખાતા પછી તમને જલદી ભૂખ પણ નહીં લાગે. By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી ૧ કપ બાજરીનો લોટ ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ મીઠું , સ્વાદાનુસાર બાજરીનો લોટ , વણવા માટે ૩ ટીસ્પૂન તેલ , શેકવા માટે મિક્સ કરી પૂરણ બનાવવા માટે ૩/૪ કપ ભુક્કો કરેલું લૉ ફેટ પનીર ૧/૨ કપ ઝીણા સમારેલા મેથીના પાન ૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર પીરસવા માટે લૉ ફેટ દહીં બનાવવાની રીત મિક્સ કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો. ...