થ્રી ગ્રેન પરાઠા - Three Grain Paratha ( Gluten Free Recipe)

 સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. 

આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.


સામગ્રી

૫ ટેબલસ્પૂન સોયાનો લોટ
૫ ટેબલસ્પૂન જુવારનો લોટ
૫ ટેબલસ્પૂન રાગીનો લોટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૩/૪ ટીસ્પૂન અજમો
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
જુવારનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે

વિધિ
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, થોડી કઠણ-થોડી નરમ એવી કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા જુવારના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તરત જ પીરસો.

વિવિધતા:

  1. થ્રી ગ્રેન પૂરી
  2. આ પૂરી બનાવવા માટે રીત ક્રમાંક ૧ માં થોડી કઠણ-થોડી નરમ એવી કણિકને બદલે મસળીને કઠણ કણિક બનાવો. ત્યાર બાદ તેને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી, ગરમ તેલમાં કરકરી અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડી પાડી હવાબંધ ડબ્બામાં ભરી દો.

Comments

Popular posts from this blog

ઘરમાં બનાવેલ કૅલ્શિયમથી સમૃદ્ધ પાવડર// HOME MADE CALCIUM RICH POWDER.

/આમળા અને બીટરૂટનો જ્યુસ //AMLA &BEETROOT JUICE