ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી - Moong Sprouts, Tomato and Spinach Rice recipe in Gujarati

આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓછા તેલ વડે તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેમાં ચરબીનું પ્રમાણ ઓછું રહે. બ્રાઉન ચોખા, ફણગાવેલા મગ અને પાલક ફાઇબર ધરાવે છે એટલે પેટ જલદી ભરાઇ જશે અને વજનને દાબમાં રાખશે.

જમણમાં ફક્ત આ ભાત લૉ-ફેટ દહીં સાથે ખાવાથી બીજી કોઇ વસ્તુની જરૂર જ નહીં પડે અને આમ કેલરી પણ દાબમાં રહેશે.



By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)

સામગ્રી

ફણગાવેલા મગ , ટમેટા અને પાલકના ભાતની રેસીપી ના મસાલા માટે
૧ ટીસ્પૂન તેલ
૪ સૂકા કાશ્મીરી લાલ મરચાં, ટુકડા કરેલા
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
૧/૪ ટીસ્પૂન હીંગ

અન્ય સામગ્રી
૧ કપ ફણગાવીને બાફેલા મગ
૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ કપ તાજું ટમેટાનું પલ્પ
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઈ
૬ કડીપત્તાં
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ૧/૪ કપ રાંધેલા બ્રાઉન ચોખા

મસાલા માટે
  1. એક નાના નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી અથવા તેની ખુશ્બુ પ્રસરવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
  2. તેને થોડું ઠંડું થવા દો, તે પછી તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

  1. ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી બનાવવા માટે, એક પેનમાં તાજુ ટમેટાનું પલ્પ અને હળદર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
  3. હવે એક નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ફણગાવેલા મગ અને પાલક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  7. છેલ્લે તેમાં રાંધેલું ટમેટાનું પલ્પ, રાંધેલા બ્રાઉન ચોખા અને મીઠું મેળવી, હળવેલી મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ મિનિટ સુધી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી