મલ્ટીગ્રેઈન ફ્રેન્કી // MULTIGRAIN FRANKI

 By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 

સામગ્રી :-

ઘઉંની રોટલી , અર્ધ શેકેલી 

મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે

૧ કપ ઝીણી સમારેલી મેથી

૧ કપ ફણગાવેલા અને બાફેલા મગ
૧ ટીસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ

લસણ અને કાંદાના સ્પ્રેડ માટે
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ લૉ-ફેટ દહીં
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર

બનાવવાની રીત :-

લસણ અને કાંદાના સ્પ્રેડ માટે

  1. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટે

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મેથીના સમારેલા પાન મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ફણગાવેલા મગ, હળદર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. ૫. આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત..

  1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલીને બન્ને બાજુએથી હલકી શેકી લો.
  2. આ રોટલીને સાફ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં મેથી અને મગનું પૂરણ મૂકો.
  3. હવે તેની પર લસણ-કાંદાનો સ્પ્રેડ સારી રીતે પાથરી લો અને રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.
  4. રીત ક્રમાંક ૧ થી ૩ મુજબ બીજા ૩ રૅપ પણ તૈયાર કરી લો.
  5. તરત જ પીરસો.



Comments

Post a Comment

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

કારેલા નો ઓળો