લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)  


લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. 

ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે.

મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા. 

આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે.



સામગ્રી :- 

૧ ટેબલસ્પૂન ઝીણુ સમારેલું લસણ
૨ કપ ફણગાવેલા મઠ
૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૨ ટીસ્પૂન લીંબૂનો રસ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૨ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી


બનાવવાની રીત :-

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
  2. એક ઊંડા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે મટકીનું મિશ્રણ ત્થા થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગ વડે ૫૦ મી. મી. (૨") વ્યાસની પાતળી ગોળાકાર ટીક્કી તૈયાર કરો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
  5. તે પછી તેની પર દરેક ટીક્કીને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
  6. પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.


Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

કારેલા નો ઓળો