કારેલા નો ઓળો

 

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 


સામગ્રી 

1/2 કિલો કારેલા
2 નંગ ઝીણી સમારેલી ડુંગળી 
5-6 નંગ લસણની કળી, 
3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા, 
1 ચમચી કોથમીર, 
3 નંગ ટામેટા (સમારેલા) 
1 ચમચી જીરૂ, 
1/2 ચમચી રાઇ, 
1/2 ચમચી હળદર પાવડર, 
1 ચમચી ગરમ મસાલો, 
1 ચમચી આમચૂર મસાલો, 
1 ચમચી ધાણા પાવડર, 
સ્વાદાનુસાર મીઠું, 
જરૂરિયાત મુજબ પાણી 
રેસીપી

1. સૌ પ્રથમ કારેલાને ધોઇ લો.
 
2. પછી કારેલાને વચ્ચેથી કટ લગાવીને તેને બીજ નીકાળી લો, પછી મીડીયમ આંચ પર પેનમાં 
પાણી ગરમ કરવા મૂકો.
 
3. ત્યારબાદ તેમા ઉકળો આવતા જ કારેલા, હળદર અને મીઠું ઉમેરીને 5 મિનિટ સુધી ઉકળવા દો. 

4. આમ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઇ જશે. ત્યારપછી તેને ગળણીથી ગાળીને તેનું પાણી 
નીકાળી લો અને સૂકવી લો.
 
5. કારેલાનું પાણી સૂકાઇ જાય એટલે તેમા ગેસ પર મૂકી 1-2 મિનિટ શેકી લો. આમ કરવાથી 
ભરથામાં સ્મોકી ફ્લેવર આવશે. 

6. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ અને જીરૂ ઉમેરો, તે બાદ તેમાં ડુંગળી, 
લસણ અને મરચા ઉમેરો, હવે તે બ્રાઉન થાય એટલે તેમા ટામેટા ઉમેરીને સાંતળી લો. 

7. ત્યારપછી તેમાં હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી લો. 
તેને બરાબર શેકી લો. 

8. પછી 2-3 ચમચી પાણી ઉમેરો, ત્યાર પછી કારેલા ઉમેરી તેને 5-6 મિનિટ રાખી મૂકો તે સોફ્ટ 
થાય એટલે તેમે મેશ કરી લો. અને 2-3 મિનિટ માટે રાખો. - પછી તેમાં કોથમીરથી ગાર્નિશ કરો. 
તૈયાર છે કારેલાનો ઓળો...

ફાયદાઓ:-

કારેલામાં સાપોનિન્સ અને ટેર્પેનોઇડ્સ નામના બાયોએક્ટિવ તત્વો હોય છે.
 
આ તત્વો વનસ્પતિના કડવા  સ્વાદ માટે જવાબદાર છે, પરંતુ ડાયાબિટીઝવાળા લોકોમાં બ્લડ 
સુગરનું સ્તર ઘટાડવામાં પણ ભૂમિકા ભજવી શકે છે. 

કારેલામાં રહેલા સાપોનીન્સ અને ટેર્પોનોઇડ્સ તમારા યકૃત અને સ્નાયુઓને વધુ સારી રીતે પ્રક્રિયા 
કરવામાં અને ગ્લુકોઝને સંગ્રહિત કરવામાં મદદ કરતી વખતે ગ્લુકોઝને લોહીમાંથી કોશિકાઓમાં 
ખસેડવામાં મદદ કરી શકે છે.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી