જવ અને મગની દાળની ખીચડી

  By:- Dietician (Apex  diabetes Thyroid Hormone Clinic) 

જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધી સંતોષ આપે એવી તૈયાર થાય છે કારણકે તે ફાઈબર ધરાવે છે.

જવ શરીરમાં કોલેસ્ટ્રોલને દાબમાં રાખી વજનને પણ દાબમાં રાખવામાં મદદરૂપ થાય છે અને તેથી અમે તેમાં ઘીના બદલે હ્રદયને માફક આવે એવા જેતૂનના તેલનો ઉપયોગ કર્યો છે. બનાવવામાં અતિ સરળ એવી આ જવ અને મગની ખીચડી દહીં સાથે તમે જો એક બાઉલ જેટલી ખાશો તો સંપૂર્ણ ભોજનનો અહેસાસ મળશે.


By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)


રેસીપી બનાવવા માટે
૧/૨ કપ જવ, ૩૦ મિનિટ પલાળીને નિતારી લીધેલા
૧ કપ પીળી મગની દાળ
૨ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧/૨ ટેબલસ્પૂન જીરૂં
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટેબલસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું, સ્વાદાનુસાર

જવ અને મગની દાળની ખીચડી ની સાથે પીરસવા માટે - 
લો ફૅટ દહીં
બનાવવાની રીત 
  1. જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી ૧૦ સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.
  3. તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
  4. તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  6. લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.


Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,