ફણગાવેલા મગ અને ચણા ના ચીલા

BY DIETICIAN RIZALA KALYANI 

ફણગાવેલા મગ અને ચણા ના ચીલા



           સ્પ્રાઉટ્સ ચીલા એ એક તંદુરસ્ત વાનગી છે જેમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે. જે લોકો હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીની શોધમાં છે તેમના માટે સ્પ્રાઉટ્સ ચીલા એક સારો વિકલ્પ છે.

  • આહારમાં ફણગાવેલા કઠોળના ફાયદા

         ફણગાવેલા કઠોળ વિટામિન્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ સહિતના પોષક તત્વોનો ઉત્તમ સ્રોત છે. તેઓ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્રોત પણ છે.

 ફણગાવેલા કઠોળ પાચનમાં સુધારો કરવા, વજન ઘટાડવામાં પ્રોત્સાહિત કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તદુપરાંત, સ્પ્રાઉટ્સ કેન્સર અને હૃદયરોગ સહિતના વિવિધ રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.


રેસીપી બનાવવા માટે

  • ૧ કપ સ્પ્રાઉટ મગ
  • ૧ કપ સ્પ્રાઉટ ચણા
  • ૨-૩ લીલું મરચું
  • આદુનો ૧ નાનો ટુકડો
  • ૧ કપ રવા
  • ૧/૨ સ્પોન બેકિંગ સોડા
  • ૧ ચમચી મરચાંનો પાવડર 
  • રિક્વેરમેન્ટ મુજબ મીઠું


બનાવવાની રીત 

  • એક બાઉલમાં ૨ કપ ફણગાવેલા મગ અને ચણા લો.
  • તેમાં ૨-૩ લીલું મરચું નાખો. 
  • અને આદુનો નાનો ટુકડો .
  • 1 કપ રવો ઉમેરો.
  • બધા મસાલા ઉમેરો.
  • આ બધા મિશ્રણને ગ્રાઇન્ડ કરો.
  • ખીરામાં ૧/૨ ચમચી બેકિંગ સોડા અને મીઠું નાખો.
  • સારી સુસંગતતા માટે થોડું પાણી ઉમેરો. 
  • પૅનને ગરમ કરો અને તેના પર થોડું ખીરું ઉમેરો 
  • 2-3 મિનિટ સુધી રાંધો. 
  • અને તૈયાર છે તમારું હાઈ પ્રોટીનવાળું ભોજન 
  • દહીં અથવા ફુદીનાની ચટણી સાથે પીરસો.








Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી