Posts

તુવેર દાણા અને મેથી નું શાક....

Image
By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic ) સામગ્રી  200 ગ્રામ મેથી 1બાઉલ તુવેર દાણા 2-4 કળી લસણ ચપટી હળદર   1/4 ચમચી ધાણા જીરુ  તેલ વઘાર માટે 1 દેશી લાલ નાનું ટામેટું  ચપટી હીંગ પાણી જરૂર મુજબ.. રેસિપી   1. સૌ પ્રથમ મેથીના પાન વીણી લો. પછી તુવેરને પણ ફોલી લો.    2. ત્યારબાદ મેથી ની ભાજી અને તુવેરના દાણા પાણી થી સાફ કરવા.  3. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીને લસણની કળી, હિંગ, ભાજી અને દાણા ઉમેરો. પછી થોડી વાર સાંતળવા દો.  4. પછી ચમચાથી શાક ને હલાવો.    5. પછી તેમા હળદળ, ધાણાજીરું અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો, તેમાં એક નાનું દેશી સમારેલું ટામેટું ઉમેરો.  6. પછી શાકમાં દાણા ચડે એટલું પાણી ઉમેરીને વરાળથી ચડવા દેવું. તો તૈયાર છે દાણા મેથી નું શાક.  7. તો આ શાક બાજરીના રોટલા, લાલ મરચાંના અથાણું, રાયતા કેરડા, અને હળદર સાથે પીરસી એ છે.  8. જે ખાવામાં બહુ મજા આવશે. ફાયદાઓ :- ૧. તુવેર દાણામાં અને મેથીમાં ઓછી કેલરી હોય છે. ૨. મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે ૩. મેથી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે ૪. મેથી પાચનને ...

હેલ્થી (મિલેટ) કિન્વા ખીચડી / Healthy (millet) Kinwa Khichdi

Image
    By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  👇  સામગ્રી :- ૧/૩ કપ બ્રાઉન બાજરી ૧/૪ કપ પીળો મગ અને મસૂર ૧ મોટી ચમચી ઘી ૧/૨ મોટી ચમચી જીરું ૨ લાલ મરચાં ૨ લવિંગ ૧/૪ નાની ચમચી હીંગ ૧/૨ કપ સમારેલી ડુંગળી ૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ ૧/૨ કપ સમારેલા ટામેટા ૧ ૧/૪ નાની ચમચી મીઠું ૧ નાની ચમચી હળદર ૧ નાની ચમચી લાલ મરચું પાવડર ૧ કપ મિશ્ર શાકભાજી ૨ કપ પાણી ૧/૪ કપ સમારેલી તાજી કોથમીર બનાવવાની રીત :- 1.) એક કૂકર માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, અને લાલ સૂકું મરચું , બીજા ગરમ મસાલા નાખી સાતળવું. 2.) ત્યારબાદ ડુંગળી, ટામેટાં લસણ આદુ ની પેસ્ટ નાખી બદામી કલર થાય ત્યાં સુધી સાંતળવું. 3.) હવે બ્રાઉન મીલેટ/ કીનવા નાખી જરૂર મુજબ મીઠું, હળદર, મસાલા નાખી હલાવીને 2 ગ્લાસ પાણી નાખી,       3,4 વિસલ કરવી,  4.) તૈયાર છે બ્રાઉન મીલેટ ખીચડી ...

પ્રોટીન & કૅલ્શિયમ રીચ સૂપ // Protein & Calcium Reach Soup

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી :- સૂપ 👇 માટેની સામગ્રી ૨ મોટી ચમચી તલનું તેલ ૧ મોટી ચમચી લસણ ૧ મોટી ચમચી આદુ ૧/૪ કપ ડુંગળી ૧ કપ મિશ્રિત શાકભાજી (લીલી ડુંગળી, મકાઈ, બ્રોકોલી, ગાજર, કેપ્સીકમ, વટાણા) ૨ ટેબલસ્પૂન રાગીનો લોટ ૩ કપ પાણી ૧ નાની ચમચી જીરાનો પાવડર ૧ નાની ચમચી મરીનો પાવડર ૧ નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે ૧ મોટી ચમચી લીલી ડુંગળી લીંબુનો રસ બનાવવાની રીત :- 1.એક કઢાઈમાં તેલ લ્યો, ગરમ થાય એટલે એમાં બધા શાકભાજી નાખીને સ્ટીમ (ચેડવવા) કરવું. ત્યાર અલગ એક કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણ, ડુંગળી, કેપ્સીકમ નાખી સતાળવું. પછી તેમાં રાગીનો લોટ નાખી ને મિક્ષ કરવું, ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવું, ૧-૨ ઉફાણ આવ્યા બાદ તેમાં અલગ સ્ટિમ કરેલા શાકભાજી નાખી ઉકાળવું. ત્યાર બાદ ઉપરથી તીખાની ભૂક્કો, લીંબુ, સંચળ નાખવું. (ચિલી ફલેક્ષ, ઓરેગાનો પણ નાખી શકાય.)  તૈયાર છે, હાઈ પ્રોટીન, કૅલ્શિયમ રિચ રાગી સૂપ...

મલ્ટીગ્રેઈન ફ્રેન્કી // MULTIGRAIN FRANKI

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :- 2  ઘઉંની રોટલી  , અર્ધ શેકેલી  મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે ૧ કપ  ઝીણી  સમારેલી મેથી ૧ કપ   ફણગાવેલા અને બાફેલા મગ ૧ ટીસ્પૂન   તેલ ૨ ટીસ્પૂન   ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૪ ટીસ્પૂન   હળદર મીઠું  , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન   લીંબુનો રસ લસણ અને કાંદાના સ્પ્રેડ માટે ૧ ટીસ્પૂન  ઝીણું  સમારેલું લસણ ૨ ટેબલસ્પૂન  ઝીણા  સમારેલા કાંદા ૧/૨ કપ   લૉ-ફેટ દહીં ૧ ટીસ્પૂન   તેલ ૧/૨ ટીસ્પૂન   જીરૂ ૧/૨ ટીસ્પૂન   મરચાં પાવડર એક ચપટીભર  હીંગ મીઠું  , સ્વાદાનુસાર બનાવવાની રીત :- લસણ અને કાંદાના સ્પ્રેડ માટે એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિ...

વેજ. ગ્રીન હેલ્થી કબાબ / VEG. GREEN HEALTHY KABAAB

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)    સામગ્રી : કેપ્સિકમ - ૧/૨ કપ બાફેલા વટાણા - ૧/૨ કપ બાફેલી પાલક - ૧/૨ કપ કોથમીર - ૧/૨ કપ મરચાં - ૨/૩ ખમણેલું પનીર - ૧૫૦ ગ્રામ પાઉડર ઓટ્સ - ૧/૨ કપ મરી - 1 નાની ચમચી ચિલી ફ્લેક્સ - 1 નાની ચમચી તલ - 1 મોટી ચમચી મીઠું - સ્વાદ મુજબ સુજી - 1 કપ ચાટ મસાલો - 1 નાની ચમચી  દહીં અને કોથમીર પદ્ધતિ  :- - ખીરાને ૫/૧૦ મિનિટ સુધી રહેવા દો - તે મુજબ મીઠું ઉમેરો કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે - જો વધારે ખીરા માં એવું લાગે એટલે કે, શેઇપ સરખી રીતે નહિ થાય એવું લાગે તો સુજી (રવો) ઉમેરવો. -  ત્યારબાદ શેઈપ્ આપીને, એક પેન માં તેલ મૂકી શેકવું. - જ્યાં સુધી બંને બાજુ સારી રીતે થઈ ન જાય અને કરકરા ન થઈ જાય ત્યાં સુધી ધીરજપૂર્વક ધીમા તાપે રાંધો. - તૈયાર છે ગ્રીન હેલ્થી કબાબ દહીં અને કોથમીર નાખી પીરસવું...

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

Image
                         By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી   :- 2 કપ મગ  1/2 કપ અડદ દાળ ૪-૫ આદું ટુકડા ૨-૩ મરચાં ૧૦-૧૨ મીઠા લીમડાના પાન ૧/૨ કપ ડુંગળી ૧/૨ ચમચી બેકિંગ સોડા / ઈનો મીઠું, હિંગ સ્વાદાનુસાર પદ્ધતિ  :- 1.) સૌપ્રથવાર મગ ને પલળીને ફણગાવી દેવા. 2.) ત્યારબાદ ફણગાવેલા મગ માં સ્વાદાનુસાર મીઠું, હિંગ, મરચાં, આદું નાખી ખીરુ તૈયાર કરવું. 3.) ત્યારબાદ ખીરામાં ડુંગળી, કોથમીર નાખી તૈયાર કરવું, હવે તેમાં ઉપર ૧/૨ ચમચી ઈનો નાખી ૧/૨ લીંબુ  નીચવી ફેટી લેવું . 4.) હવે અપ્પમ નોનસ્ટિક માં તેલ મૂકી રાઈ મૂકી ચમચી થી ખીરું એડ કરવું. 5.) 5 મિનિટ બાદ ચપ્પુ ની મદદ થી ગોળા ને ઉલટાવી લેવા...  અપ્પમ 6.) તૈયાર છે હાઈ પ્રોટીન રીચ નાસ્તો, સ્પ્રાઉટ અપ્પમ..

સ્ટીમ દહીં વડા / steam curd bhalla

Image
                        By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી   :- ૧ કપ મગની ફોતરાવાળી દાળ ૨ નંગ મરચા ૧/૪ આદું નો ટુકડો સ્વાદાનુસાર સિંધવ મીઠું ૧/૪ મરી ના દાણા ૨ વાટકી દહીં ૧ વાટકી દાડમ દાણા ૧/૪ ચમચી સેકેલો જીરું પાવડર આમલી ખજૂર ચટણી (ડાયાબિટીસ ના હોય તે ઉપયોગમાં લઈ શકે)   પદ્ધતિ  :- ૧.) મગની દાળને આખી રાત (૨-૩ કલાક) પલાળી રાખો.  ૨.) દળતી વખતે ૨ નંગ મરચી અને આદું અને સંચળ નાખીને કરકરૂ મિક્ષચર માં દળી લેવું. ૩.) દળેલા મિશ્રણને એક તપેલી માં લઈ ખુબ ફેટવું. થોડું ફુલયેલું થઈ જાય ત્યાં સુધી (જરૂર જણાય તો જ ખાવાનો સોડા નો ઉપયોગ કરવો.) 4.) સ્ટીમ ઢોકળા ના ઢોકળીયા માં નાની. નાની વાટકી માં ખીરું નાખી સ્ટીમ કરી લેવું. 5.) ૧ વાટકી દહીમાં થોડી સાકર ઉમેરી દહીં મિક્ષ કરી લેવું.  (ડાયાબિટીક સુગર ફ્રી પાવડર ૧/૨ ચમચી નાખી શકે.) 6.) હવે તે મગદાળ ના ભ્લ્લાને એક પ્લેટ પર સર્વ કરવા. 7.) મગદાળના ભલ્લા ઉપર દહીં, દાડમ, કોથમીર, ચટણી નાખી સર્વ કરો. તૈયાર છે સ્ટીમ દહીં ભલ્લા..