વેજિટેબલ ઓટ્સ પેનકેક કેવી રીતે બનાવવી ?
વેજિટેબલ ઓટ્સ પેનકેક રેસીપી By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) વેજિટેબલ ઓટ્સ પેનકેક માટે સામગ્રી 1. 1 કપ ઓટ્સનો લોટ 2. 1/2 કપ છીણેલું ગાજર 3. 1/2 કપ બારીક સમારેલી પાલક 4. 2 ચમચા બારીક સમારેલી કોથમીર (ધનીયા) 5. 2 ચમચી બારીક સમારેલા લીલા મરચા 6. સ્વાદ અનુસાર મીઠું 7. 3 1/2 ચમચી મગફળીનું તેલ અથવા ચોપડવા અને રાંધવા માટે તેલ વેજિટેબલ ઓટ્સ પેનકેક સાથે પીરસવા માટે દહીંવાળી ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી પદ્ધતિ 1. વેજિટેબલ ઓટ્સ પેનકેક બનાવવા માટે, ઉંડા વાસણમાં 1 કપ પાણી સાથે, બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરી, પાતળું ખીરું બનાવો. 2. નોન-સ્ટીક તવા (લોઢી) ને ગરમ કરો અને ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો. 3. તેના પર એક ચમચા જેટલું ખીરું નાખો અને 100 મીમી (4 ”) ગોળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો. 4. ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને, જ્યાં સુધી તે બંને બાજુથી આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાખો. 5. આજ રીતે બાકીના ખીરામાંથી 5. આજ રીતે બાકીના ખીરામાંથી વધુ ...