વેજિટેબલ ઓટ્સ પેનકેક કેવી રીતે બનાવવી ?
વેજિટેબલ ઓટ્સ પેનકેક રેસીપી
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
વેજિટેબલ ઓટ્સ પેનકેક માટે સામગ્રી
1. 1 કપ ઓટ્સનો લોટ
2. 1/2 કપ છીણેલું ગાજર
3. 1/2 કપ બારીક સમારેલી પાલક
4. 2 ચમચા બારીક સમારેલી કોથમીર
(ધનીયા)
5. 2 ચમચી બારીક સમારેલા લીલા
મરચા
6. સ્વાદ અનુસાર મીઠું
7. 3 1/2 ચમચી મગફળીનું તેલ
અથવા ચોપડવા અને રાંધવા માટે તેલ
વેજિટેબલ ઓટ્સ પેનકેક સાથે
પીરસવા માટે
દહીંવાળી ફુદીનાની ચટણી અથવા
લીલી ચટણી
પદ્ધતિ
1. વેજિટેબલ ઓટ્સ પેનકેક બનાવવા માટે, ઉંડા વાસણમાં 1 કપ પાણી સાથે, બધી સામગ્રી ભેગી કરો અને
સારી રીતે મિક્સ કરી, પાતળું
ખીરું બનાવો.
2. નોન-સ્ટીક તવા (લોઢી)
ને ગરમ કરો અને ¼ ચમચી મગફળીના તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો.
3. તેના પર એક ચમચા જેટલું
ખીરું નાખો અને 100 મીમી (4 ”) ગોળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં
ફેલાવો.
4. ¼ ચમચી મગફળીના તેલનો
ઉપયોગ કરીને, જ્યાં સુધી તે બંને બાજુથી આછા બ્રાઉન રંગનો થાય ત્યાં
સુધી રાખો.
5. આજ રીતે બાકીના ખીરામાંથી
5. આજ રીતે બાકીના ખીરામાંથી
વધુ 6 પેનકેક બનાવો.
6. તરત જ દહીંવાળી ફુદીનાની
ચટણી અથવા લીલી ચટણી સાથે પીરસો.
Comments
Post a Comment