Posts

Showing posts from September, 2026

ROASTED CHANA CHAAT // શેકેલા દાળિયાની ચાટ

Image
    BY DIETICIAN RIZALA KALYANI શેકેલા  દાળિયાની ચાટ સામગ્રી: ½ કપ  દાળિયા  ¼ કપ  શકેલા સીંગદાણા  ¼ કપ  ડુંગરી જીણી સમારેલી  ¼ કપ  ટમેટું જીણું સમારેલું  ¼ કપ  કાકડી જીણી સમારેલી  1 લીલું મરચું જીણું સમારેલું  ¼ ટીસ્પૂન સેકેલું જીરું પાવડર  ½-1 ટીસ્પૂન ચાટ મસાલા  મીઠું અને મરી પાવડર તો સ્વાદ મુજબ ઉમેરવું  1 ટીસ્પૂન લીંબુ નો રસ  2 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી  2 ટેબલસ્પૂન દાડમ  રીત: એક મોટા મિક્સિંગ બાઉલમાં શેકેલા દાળિયા  , શેકેલી મગફળી, ડુંગળી, ટામેટાં, કાકડી, લીલાં મરચાં અને મસાલા (જેમ કે શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને મીઠું કે સંચળ) તેમજ લીંબુનો રસ, કોથમીર અને દાડમના દાણા ઉમેરો. બધી ​​સામગ્રીને હળવા હાથે મિક્સ કરો. ઉપરથી વધારાની કોથમીર અને દાડમના દાણા ઉમેરીને સજાવો અને તરત જ પીરસો.