Posts

Showing posts from October, 2026

બીટરૂટનું રાયતું // BEETROOT RAITA

Image
                                                             BY DIETICIAN RIZALA KALYANI બીટરૂટનું રાયતું સામગ્રી: ૨ કપ દહીં ૧ મધ્યમ કદનું બીટરૂટ, છીણેલું ૧ ગાજર, છીણેલું ૧ મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી ૧ નાના કદનું કેપ્સિકમ, ઝીણું સમારેલું ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર સ્વાદાનુસાર મીઠું રીત: શાકભાજીને પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો.  ૧ બીટરૂટ અને ૧ ગાજરને છીણી લો. ૧ ડુંગળી અને ૧ કેપ્સિકમને ઝીણા સમારી લો. એક વાટકામાં ૨ કપ દહીંને એકરસ  થાય ત્યાં સુધી ફીણી લો. ઝીણા સમારેલાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. છીણેલું બીટ અને છીણેલું ગાજર ઉમેરો. શાકભાજીને દહીં સાથે મિક્સ કરો.  તેમાં ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. થોડા સમારેલા કોથમીર  સજાવો.