Posts

એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર

Image
  તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે.  પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે.  અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે.  આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે.  આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર! By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી ૨ ટેબલસ્પૂન  ફણગાવેલા મગ ૧/૪ કપ  લૉ ફેટ ...

પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી

Image
  અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય. એટલે અહીં અમે દહીં, પૌવા અને નાચનીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે. આ પૌવા નાચનીના હાંડવામાં મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય. જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી પૌવા નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે ૧ કપ  જાડા પૌવા  , ધોઈને નિતારેલા ૧/૨ કપ  રાગીનો લોટ ૧/૨ કપ  દહી ...

મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી -

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic) ઉત્તપમ ચોખા સાથે સ્વાદિષ્ટ પરંતુ સામાન્ય છે! જ્યારે તમને કંઇક વિલાયતી રાંધવાનું મન થાય, ત્યારે આ આખા અનાજના ઉત્તપમ જે બાજરા અને કેટલાક ચોખા અને અડદની દાળ સાથે બને છે તેને અજમાવો. તમે  ચોખા બાજરી અડદની દાળના ઉત્તમના  અનન્ય સ્વાદ અને ચપળ રચનાને સારી રીતે માણશો. મીની બાજરી ઓનિયન ઉત્તપમ  એક સરસ નાસ્તાની રેસીપી છે જેમાં આખા રાંધેલા બાજરાનો સારો માઉથફિલ છે. ઉત્તપમ આ દરેક બાબતમાં એક સારી વાનગી છે અને સામાન્ય રીતે દક્ષિણ ભારતીય મેનુમાં નાળિયેરની ચટણી અને સાંભારની સાથે વિશેષતા ધરાવે છે. જો તમે ઈચ્છો તો તમે તેને સ્વસ્થ લીલી ચટણી સાથે પણ પીરસી શકો છો. સામગ્રી મીની બાજરી ઓનિયન ઉત્તપમ માટે ૧/૪ કપ  બાજરી ૯ ટેબલસ્પૂન બારીક  સમારેલા કાંદા ૩/૪ કપ  અડદની દાળ ૧/૨ કપ  ચોખા ૧ ટીસ્પૂન  લીલા મરચાંની પેસ્ટ મીઠું  , સ્વાદાનુસાર ૯ ટેબલસ્પૂન બારીક  સમારેલા સિમલા મરચાં મરચું પાવડર  , છંટવા માટે ૩ ૧/૪ ટીસ્પૂન  તેલ  ચોપડવા અને રાંધવા માટે પીરસવા માટે સ્વસ્થ લીલી ચટણી બનાવવાની ...

હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ

Image
 લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ  રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જેવી કે લીંબુ, કોથમીર, ગાજર અને કોબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો આનંદ માણો. આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક પણ તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. શરીરમાં રહેલું વિટામીન-સી શરદી અને ખાંસીની પીડામાં પણ રાહતરૂપ રહે છે. તો આનંદ માણો આ મજેદાર ગરમા ગરમ સૂપનું ઠંડીના દીવસોમાં જ્યારે તમને કંઇક તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧ ટેબલસ્પૂન  લીંબુનો રસ ૧/૪ કપ ઝીણી  સમારેલી કોથમીર ૨ ટીસ્પૂન  તેલ ૨ ટીસ્પૂન ઝીણું  સમારેલું લસણ ૨ ટીસ્પૂન ઝીણા  સમારેલા લીલા મરચાં ૧/૪ કપ ઝીણા  સમારેલા કાંદા ૧/૪ કપ...

વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી

Image
  શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે  મધુમેહ , કીડનીની તકલીફ અને  રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે  અતિ ઉત્તમ ગણાય એવી છે. આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે. ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે ૧/૨ કપ  ઘંઉના ફાડીયા ૧ ટીસ્પૂન  તેલ ૧/૨ ટીસ્પૂ...

કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ

Image
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે.  પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ.  તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી.  જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧ કપ જાડા  ખમણેલા ગાજર ૧ કપ ઝીણી  લાંબી સમારેલી કોબી હાઇ ફાઇબર ચટણી  , ૧ રેસિપિ ૬  ઘઉંના બ્રેડની સ્લાઇસ મીઠું  , સ્વાદાનુસાર ૧ ૩/૪ ટીસ્પૂન  તેલ  , ચોપડવા અને શેકવા માટે રેસિપી એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવ...

બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી

Image
  તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે.  જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે.  આ બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧/૪ કપ  બાજરી  , ૫ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી ૧/૪ કપ  મગ ૧/૨ કપ  લીલા વટાણા ૨ ટીસ્પૂન  તેલ ૧ ટીસ્પૂન  જીરૂં એક ચપટીભર  હીંગ ૧/૨ કપ ઝીણા  સમારેલા કાંદા ૧ કપ  સમારેલા ટમેટા ૧ ટીસ્પૂન  લસણની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  આદૂની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  લીલા મરચાંની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  હળદર ૧ ટીસ્પૂન  મરચાં પાવડર મીઠું  , સ્વાદાનુસાર રેસિપી બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બ...