રાગી-મૂંગ દાલ ચિલ્લા // Ragi–Moong Dal Chilla
BY DIETICIAN RIZALA KALYANI
રાગી - મૂંગ દાલ ચિલ્લા
સામગ્રી:
- રાગીનો લોટ – 25 ગ્રામ
- પીળી મગની દાળ – 40 ગ્રામ (સૂકી)
- છીણેલું ગાજર – ¼ કપ
- સમારેલી પાલક – ¼ કપ
- આદુ – સ્વાદ અનુસાર
- જીરું – સ્વાદ અનુસાર
- લીલા ધાણા – જરૂર મુજબ
- લીલા મરચાં – સ્વાદ અનુસાર
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 1 નાની ચમચી
- પાણી – જરૂર મુજબ
રીત:
મગની દાળને 3–4 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી દાળને થોડા પાણી સાથે મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો.
તેમાં રાગીનો લોટ, ગાજર , પાલક, આદુ, જીરું, લીલા ધાણા, લીલાં મરચાં અને મીઠું ઉમેરો.
જરૂર મુજબ પાણી ઉમેરીને ચીલાનું મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો.
નોન-સ્ટિક તવાને ગરમ કરી તેના પર થોડું તેલ લગાવો.
ખીરું તવા પર પાથરીને મધ્યમ તાપે બંને બાજુ સોનેરી રંગનું થાય અને બરાબર ચડી જાય ત્યાં સુધી શેકો.
ગરમાગરમ રાગી–મગની દાળનો ચીલો સાદા દહીં અથવા લીલી ચટણી સાથે પીરસો.
Ragi–Moong Dal Chilla
Ingredients
Ragi flour – 25 g
Yellow moong dal – 40 g (dry)
Grated carrot – ¼ cup
Chopped spinach – ¼ cup
Ginger – to taste
Cumin seeds – to taste
Fresh coriander – as required
Green chilli – to taste
Salt – to taste
Oil – 1 teaspoon
Water – as required
Method :
Soak the moong dal in water for 3–4 hours. Drain the water and grind the dal with a little water in a mixer to make a smooth paste.
Add ragi flour, carrot , spinach, ginger, cumin seeds, fresh coriander, green chilli and salt.
Add water as required to prepare a moderately thick batter.
Heat a non-stick pan and lightly grease it with oil.
Spread the batter on the pan and cook on medium heat until both sides are golden brown and thoroughly cooked.
Serve the hot ragi–moong dal chilla with plain curd or green chutney.


Comments
Post a Comment