Posts

વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી

Image
  શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે  મધુમેહ , કીડનીની તકલીફ અને  રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે  અતિ ઉત્તમ ગણાય એવી છે. આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે. ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે ૧/૨ કપ  ઘંઉના ફાડીયા ૧ ટીસ્પૂન  તેલ ૧/૨ ટીસ્પૂ...

કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ

Image
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે.  પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ.  તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી.  જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧ કપ જાડા  ખમણેલા ગાજર ૧ કપ ઝીણી  લાંબી સમારેલી કોબી હાઇ ફાઇબર ચટણી  , ૧ રેસિપિ ૬  ઘઉંના બ્રેડની સ્લાઇસ મીઠું  , સ્વાદાનુસાર ૧ ૩/૪ ટીસ્પૂન  તેલ  , ચોપડવા અને શેકવા માટે રેસિપી એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવ...

બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી

Image
  તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે.  જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે.  આ બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧/૪ કપ  બાજરી  , ૫ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી ૧/૪ કપ  મગ ૧/૨ કપ  લીલા વટાણા ૨ ટીસ્પૂન  તેલ ૧ ટીસ્પૂન  જીરૂં એક ચપટીભર  હીંગ ૧/૨ કપ ઝીણા  સમારેલા કાંદા ૧ કપ  સમારેલા ટમેટા ૧ ટીસ્પૂન  લસણની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  આદૂની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  લીલા મરચાંની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન  હળદર ૧ ટીસ્પૂન  મરચાં પાવડર મીઠું  , સ્વાદાનુસાર રેસિપી બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બ...

મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ

Image
  શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો.  એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો.  ફાઇબર અને પ્રોટીનયુક્ત ફણગાવેલા કઠોળ અને વધુમાં તેમાં સાંતળેલા શાકભાજી સાથે તીવ્ર પાંઉભાજીના મસાલાનો સ્વાદ ધરાવતા આ ઘઉંના બ્રેડવાળા સેન્ડવીચનો સ્વાદ તમને યાદ રહી જાય એવો છે.  વધુમાં આ પૌષ્ટિક સેન્ડવીચ ડાયાબીટીસ્ અને વધારે વજન ધરાવનારા પણ ક્યારેક માણી શકે એવી છે By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧૨ ટોસ્ટ કરેલા ઘઉંના બ્રેડની સ્લાઇસ ૧૨ કાંદાની રીંગ ૨ ૧/૨ ટીસ્પૂન લૉ-ફેટ માખણ ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે ૧ કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ (મગ , મઠ , ચણા વગેરે) ૨ ટીસ્પૂન તેલ ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા ૧/૪ ઝીણા સમારેલા સિમલા મરચાં ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ ૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૨ ટીસ્પૂન પાંવભાજી મસાલો ૨ ટીસ્પૂન ધાણા-જી...

પૌષ્ટિક મોમસ્

Image
  પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમસ્ એક મહત્વની વાનગી રહી છે.  તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે.  અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે.  આ પૌષ્ટિક મોમસ્ ના પડમાં સામાન્ય રીતે મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં અમે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે.  તે ઉપરાંત તેમાં વપરાતા શાકભાજીના પૂરણને બહું તેલમાં પકાવવાના બદલે તેલ વગરના પૂરણમાં પ્રોટીનયુક્ત બીન સ્પ્રાઉટસ્ અને એન્ટીઓક્સિડંટ (antioxidant) બ્રોકલી મેળવવામાં આવ્યા છે.  અહીં બતાવેલી રીતે દુનીયાના પ્રખ્યાત મોમસ્ તૈયાર કરો. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી ૧/૨ કપ  ઘઉંનો લોટ મીઠું  , સ્વાદાનુસાર ૧/૨ કપ  અર્ધબાફેલી અને બારીક સમારેલી બ્રોકલી ૧/૨ કપ  સમારેલા બીન સ્પ્રાઉટસ્ ૧/૨ ટીસ્પૂન  આદૂની પેસ્ટ ૧ ટીસ્પૂન  લીલા મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન ઝીણું  સમારેલું લસણ એક ચપટીભર સુગરફ્રી પાઉડર   ઘ...

વેજ પિટૌરે ટિક્કા

Image
              વેજ પિટૌરે ટિક્કા By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી 1 કપ ચણાનો લોટ 1કપ ઝીણું સમારેલું કેપ્સિકમ 1 કપ ઝીણું સમારેલું ફ્લાવર 1  સમારેલું ટામેટું 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર 2 ચમચી લાલ મરચું 1/2 ચમચી આદુની પેસ્ટ 1 ચમચી ધાણાજીરું 1/2 ચપટી હિંગ 2 ચમચી હળદર 1 ચમચી જીરું   સ્વાદ અનુસાર મીઠું     રેસીપી 1. એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો.  2. અંદર થોડું પાણી નાખી ગંઠા જતા ન રહે ત્યાં સુધી સતત હલાવો.  3. ત્યારબાદ અંદર બાકીનું પાણી ઉમેરો. ચણાના લોટમાં ટોટલ લગભગ અઢી કપ પાણી ઉમેરવું.  4. ત્યારબાદ અંદર મીઠું, 1/2 ચમચી જીરું, પા ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 2 ચમચી આદુની પેસ્ટ,  1/2 ચમચી હળદર, 2 લીલાં મરચાં ઝીણાં સમારી, 2 ચમચી કોથમીર, 1 કપ કેપ્સિકમ, 1 કપ ફ્લાવર અને 1 ટામેટું ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો.  5. ત્યારબાદ એક પેન ગરમ કરો અને અંદર બે ચમચી તેલ ગરમ કરો.  6. અંદર હિંગ ઉમેરી સાંતળો, ત્યારબાદ અંદર ખીરું ઉમેરો. તેજ આંચ પર સતત હલાવતા રહો અને ચઢવો. લભગ...

પૌષ્ટિક જવનું સૂપ

Image
પૌષ્ટિક જવનું સૂપ સર્વિસ : ૪ માટે  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :- 1) ૩-૪ કલાક સુધી પલાળેલા દાણાવાળા જવ- ૧/૨ (અડધો) કપ 2) આખી મસૂરની દાળ- આખી રાત પલાળીને સવારે નિતારી ને  3) ૧/૨ (અડધો) કપ  લસણની કળી સમારેલી 4) ૨  ટામેટાં સમારેલા  5) ૧/૨ (અડધો) કપ  સ્પ્રિંગ(ગુલાબી) ડુંગળી  ઝીણી સમારેલી, લીલો અને સફેદ ભાગ અલગ અલગ રાખો 6) ૧/૨ (અડધો) કપ  કાપેલ ગાજર 7) ૧/૨ (અડધો) કપ  કોથમીર 8) ઝીણી સમારેલી - ઉપર નાખવા માટે 9) તેલ - ૨ ચમચી 10) મીઠું અને મરી - સ્વાદ અનુસાર *** ૧ કપ= ૨૦૦ મિલી,  ૧ ટેબલસ્પૂન: ૧૫ મિલી,  ૧ ચમચી: ૫ મિલી બનાવની રીત :- ૧) પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો; તેમાં લસણ અને સ્પ્રિંગ ડુંગળીનો સફેદ ભાગ ઉમેરો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ  પર વધારો. ૨) તેમાં ગાજર, મસૂર, જવ, મીઠું અને ૩ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૩ થી ૪ સીટી વાગે ત્યાં સુધી  પકાવો. ૩) ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. જવ-મસૂરના મિશ્રણને ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સ્થાનાંતરિત કરો,  તે...