Posts

ક્વિનોઆ ઢોસા /QUINOA DOSHA

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)     સામગ્રી :- 1. 1/4 કપ અડદની દાળ 2. 1/2 કપ ક્વિનોઆ લોટ 3. 1/4 કપ આખા ઘઉં નો લોટ (ગેહુ કા આટા) 4. સ્વાદ અનુસાર મીઠું 5. 2 1/4 ચમચી રસોઈ માટે ઘી અથવા તેલ  પદ્ધતિ :- 1. અડદની દાળને પૂરતા પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. બધું પાણી કાઢી લો. 2. ½ કપ પાણી લઇ લીસું થાય ત્યાં સુધી મીક્સરમાં વાટો. 3. ઉંડા વાસણમાં બાકીની સામગ્રી, તૈયાર કરેલ દાળનું ખીરું અને ¾ કપ પાણી ભેગું કરો, ચમચાનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે મિક્સ કરો. 4. નોન-સ્ટીક તવા (લોઢી) ને ગરમ કરો, તવા (લોઢી) પર થોડું પાણી છાંટો અને કપડાનો ઉપયોગ કરીને તેને હળવેથી સાફ કરો. 5. તેના પર એક ચમચા જેટલું ખીરું નાખો અને 150 મીમી (6 ”) વ્યાસનું પાતળું ગોળ બનાવવા માટે તેને ગોળાકાર ગતિમાં ફેલાવો. 6. તેના ઉપર અને ધાર પર ¼ ચમચી તેલ ચોપડો અને વધુ આંચ પર બંને બાજુથી ડોસા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાખો. 7. ઉપરની બાજુથી વાળી અર્ધ વર્તુળ અથવા રોલ બનાવો. 8. બાકીના ખીરામાંથી એ જ રીતે બીજા 8 ડોસા બનાવો. 9. તરત જ પીરસો.

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)     લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી.  ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા.  આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે. સામગ્રી :-  ૧ ટેબલસ્પૂન   ઝીણુ સમારેલું લસણ ૨ કપ   ફણગાવેલા મઠ ૧ કપ   પાતળી લાંબી સમારેલી પાલક ૨ ટીસ્પૂન   લીંબૂનો રસ ૨ ટીસ્પૂન   લીલા મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન   આદૂની પેસ્ટ ૨ ટીસ્પૂન   ગરમ મસાલો મીઠું  , સ્વાદાનુસાર ૩ ટીસ્પૂન   તેલ  , ચોપડવા અને રાંધવા માટે પીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી બનાવવાની રીત :- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કર...

તુવેર દાણા અને મેથી નું શાક....

Image
By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic ) સામગ્રી  200 ગ્રામ મેથી 1બાઉલ તુવેર દાણા 2-4 કળી લસણ ચપટી હળદર   1/4 ચમચી ધાણા જીરુ  તેલ વઘાર માટે 1 દેશી લાલ નાનું ટામેટું  ચપટી હીંગ પાણી જરૂર મુજબ.. રેસિપી   1. સૌ પ્રથમ મેથીના પાન વીણી લો. પછી તુવેરને પણ ફોલી લો.    2. ત્યારબાદ મેથી ની ભાજી અને તુવેરના દાણા પાણી થી સાફ કરવા.  3. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીને લસણની કળી, હિંગ, ભાજી અને દાણા ઉમેરો. પછી થોડી વાર સાંતળવા દો.  4. પછી ચમચાથી શાક ને હલાવો.    5. પછી તેમા હળદળ, ધાણાજીરું અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો, તેમાં એક નાનું દેશી સમારેલું ટામેટું ઉમેરો.  6. પછી શાકમાં દાણા ચડે એટલું પાણી ઉમેરીને વરાળથી ચડવા દેવું. તો તૈયાર છે દાણા મેથી નું શાક.  7. તો આ શાક બાજરીના રોટલા, લાલ મરચાંના અથાણું, રાયતા કેરડા, અને હળદર સાથે પીરસી એ છે.  8. જે ખાવામાં બહુ મજા આવશે. ફાયદાઓ :- ૧. તુવેર દાણામાં અને મેથીમાં ઓછી કેલરી હોય છે. ૨. મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે ૩. મેથી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે ૪. મેથી પાચનને ...

હેલ્થી (મિલેટ) કિન્વા ખીચડી / Healthy (millet) Kinwa Khichdi

Image
    By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  👇  સામગ્રી :- ૧/૩ કપ બ્રાઉન બાજરી ૧/૪ કપ પીળો મગ અને મસૂર ૧ મોટી ચમચી ઘી ૧/૨ મોટી ચમચી જીરું ૨ લાલ મરચાં ૨ લવિંગ ૧/૪ નાની ચમચી હીંગ ૧/૨ કપ સમારેલી ડુંગળી ૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ ૧/૨ કપ સમારેલા ટામેટા ૧ ૧/૪ નાની ચમચી મીઠું ૧ નાની ચમચી હળદર ૧ નાની ચમચી લાલ મરચું પાવડર ૧ કપ મિશ્ર શાકભાજી ૨ કપ પાણી ૧/૪ કપ સમારેલી તાજી કોથમીર બનાવવાની રીત :- 1.) એક કૂકર માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, અને લાલ સૂકું મરચું , બીજા ગરમ મસાલા નાખી સાતળવું. 2.) ત્યારબાદ ડુંગળી, ટામેટાં લસણ આદુ ની પેસ્ટ નાખી બદામી કલર થાય ત્યાં સુધી સાંતળવું. 3.) હવે બ્રાઉન મીલેટ/ કીનવા નાખી જરૂર મુજબ મીઠું, હળદર, મસાલા નાખી હલાવીને 2 ગ્લાસ પાણી નાખી,       3,4 વિસલ કરવી,  4.) તૈયાર છે બ્રાઉન મીલેટ ખીચડી ...

પ્રોટીન & કૅલ્શિયમ રીચ સૂપ // Protein & Calcium Reach Soup

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી :- સૂપ 👇 માટેની સામગ્રી ૨ મોટી ચમચી તલનું તેલ ૧ મોટી ચમચી લસણ ૧ મોટી ચમચી આદુ ૧/૪ કપ ડુંગળી ૧ કપ મિશ્રિત શાકભાજી (લીલી ડુંગળી, મકાઈ, બ્રોકોલી, ગાજર, કેપ્સીકમ, વટાણા) ૨ ટેબલસ્પૂન રાગીનો લોટ ૩ કપ પાણી ૧ નાની ચમચી જીરાનો પાવડર ૧ નાની ચમચી મરીનો પાવડર ૧ નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે ૧ મોટી ચમચી લીલી ડુંગળી લીંબુનો રસ બનાવવાની રીત :- 1.એક કઢાઈમાં તેલ લ્યો, ગરમ થાય એટલે એમાં બધા શાકભાજી નાખીને સ્ટીમ (ચેડવવા) કરવું. ત્યાર અલગ એક કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણ, ડુંગળી, કેપ્સીકમ નાખી સતાળવું. પછી તેમાં રાગીનો લોટ નાખી ને મિક્ષ કરવું, ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવું, ૧-૨ ઉફાણ આવ્યા બાદ તેમાં અલગ સ્ટિમ કરેલા શાકભાજી નાખી ઉકાળવું. ત્યાર બાદ ઉપરથી તીખાની ભૂક્કો, લીંબુ, સંચળ નાખવું. (ચિલી ફલેક્ષ, ઓરેગાનો પણ નાખી શકાય.)  તૈયાર છે, હાઈ પ્રોટીન, કૅલ્શિયમ રિચ રાગી સૂપ...

મલ્ટીગ્રેઈન ફ્રેન્કી // MULTIGRAIN FRANKI

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :- 2  ઘઉંની રોટલી  , અર્ધ શેકેલી  મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે ૧ કપ  ઝીણી  સમારેલી મેથી ૧ કપ   ફણગાવેલા અને બાફેલા મગ ૧ ટીસ્પૂન   તેલ ૨ ટીસ્પૂન   ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૪ ટીસ્પૂન   હળદર મીઠું  , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન   લીંબુનો રસ લસણ અને કાંદાના સ્પ્રેડ માટે ૧ ટીસ્પૂન  ઝીણું  સમારેલું લસણ ૨ ટેબલસ્પૂન  ઝીણા  સમારેલા કાંદા ૧/૨ કપ   લૉ-ફેટ દહીં ૧ ટીસ્પૂન   તેલ ૧/૨ ટીસ્પૂન   જીરૂ ૧/૨ ટીસ્પૂન   મરચાં પાવડર એક ચપટીભર  હીંગ મીઠું  , સ્વાદાનુસાર બનાવવાની રીત :- લસણ અને કાંદાના સ્પ્રેડ માટે એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિ...

વેજ. ગ્રીન હેલ્થી કબાબ / VEG. GREEN HEALTHY KABAAB

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)    સામગ્રી : કેપ્સિકમ - ૧/૨ કપ બાફેલા વટાણા - ૧/૨ કપ બાફેલી પાલક - ૧/૨ કપ કોથમીર - ૧/૨ કપ મરચાં - ૨/૩ ખમણેલું પનીર - ૧૫૦ ગ્રામ પાઉડર ઓટ્સ - ૧/૨ કપ મરી - 1 નાની ચમચી ચિલી ફ્લેક્સ - 1 નાની ચમચી તલ - 1 મોટી ચમચી મીઠું - સ્વાદ મુજબ સુજી - 1 કપ ચાટ મસાલો - 1 નાની ચમચી  દહીં અને કોથમીર પદ્ધતિ  :- - ખીરાને ૫/૧૦ મિનિટ સુધી રહેવા દો - તે મુજબ મીઠું ઉમેરો કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે - જો વધારે ખીરા માં એવું લાગે એટલે કે, શેઇપ સરખી રીતે નહિ થાય એવું લાગે તો સુજી (રવો) ઉમેરવો. -  ત્યારબાદ શેઈપ્ આપીને, એક પેન માં તેલ મૂકી શેકવું. - જ્યાં સુધી બંને બાજુ સારી રીતે થઈ ન જાય અને કરકરા ન થઈ જાય ત્યાં સુધી ધીરજપૂર્વક ધીમા તાપે રાંધો. - તૈયાર છે ગ્રીન હેલ્થી કબાબ દહીં અને કોથમીર નાખી પીરસવું...